ફ્રાન્સ દ્વારા રશિયા અને યુક્રેન મુદ્દે મધ્યસ્થા શરુ કરવામાં આવી.

  • આ મધ્યસ્થતા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેંક્ર્રોએ પ્રયત્નો શરુ કર્યા હતા. 
  • આ પ્રયત્નોના ભાગરુપે અમેરિકા રશિયા સાથે સૈદ્ધાંતિક બેઠક માટે તૈયાર થયું છે. 
  • જો કે અમેરિકાએ આ બેઠક માટે શરત રાખી છે કે રશિયા યુક્રેન પર હુમલો ન કરે તો જ આ બેઠક શક્ય બનશે. 
  • ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચ છેલ્લા ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે જેને પગલે રશિયાએ યુક્રેન સરહદ પર 1,50,000 સૈનિકો, યુદ્ધ વિમાનો અને અન્ય શસ્ત્રો તૈનાત કર્યા છે. 
  • આ સિવાય યુક્રેનમાં રશિયા સમર્થિત અલગાવવાદીઓએ પણ ગોળીબાર કરી વધુ તણાવની સ્થિતિ ઉત્પન્ન કરી છે. 
  • બન્ને દેશોના પડોશી બેલારુસે પરમાણુ હથિયારો અને પારંમ્પિક યુદ્ધાભ્યાસ કરીને એક નવું જ પ્રકરણ શરુ કર્યું છે. 
russia ukraine

Post a Comment

Previous Post Next Post