કર્ણાટક રાજ્ય દ્વારા ગંગા નદીની માફક તુંગભદ્રા નદીની આરતીની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ દ્વારા કરવામાં આવી છે. 
  • આ જાહેરાત મુજબ ગંગા નદીની જેમ જ તુંગભદ્રા નદીની આરતી કરવામાં આવશે. 
  • આ માટે 'તુંગભદ્રા આરતી પરિયોજના' અંતર્ગત 108 યોગ બીમનું નિર્માણ કરવામાં આવશે. 
  • તુંગભદ્રા નદીના તટ પર હરિહર શહેર આવેલું છે જેનું નામ ઐતિહાસિક મંદિર 'હરિહર' ના નામ પરથી પડ્યું છે. 
  • આ મંદિરમાં હરિ (વિષ્ણુ) અને હર (શિવ)નું સંયુક્ત રુપ માનવામાં આવતા હરિહર દેવતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. 
  • આ મંદિરમાં હોયસાલા રાજવંશના હસ્તાક્ષર છે જેમણે આ ક્ષેત્ર પર રાજ કર્યું તેમજ લગભગ 800 વર્ષ પહેલા મંદિરનું નિર્માણ કર્યું હતું.
Tungbhadra Aarti

Post a Comment

Previous Post Next Post