કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂટર પર બાળકોને હેલમેટ ફરજિયાત કરવામાં આવી.

  • કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા બાઇક / સ્કૂટર પર સવારી કરતા 9 મહિનાથી ચાર વર્ષના બાળકોને હેલમેટ પહેરવાનું ફરજિયાત કરાયું છે. 
  • આ નિયમ 15 ફેબ્રુઆરી, 2023થી અમલમાં આવશે. 
  • આ નિયમ મુજબ બાઇક પર સવારી કરતા આ ઉંમરના બાળકોએ સ્ટાન્ડર્ડ હેલમેટ અથવા સાયકલ હેલમેટ પહેરવાનું રહેશે. 
  • આ નિયમ મુજબ જો બાળક બાઇક પર ચાલકની પાછળ બેઠું હોય તો સેફ્ટી હાર્નેસ ધારણ કરેલું હોવુ જોઇશે જે તેને ચાલક સાથે બાંધી રાખે છે. 
  • આ સિવાય જો દ્વિચક્રી વાહન પર ચાર વર્ષથી નાનું બાળક બેઠું હોય તો તેની મહત્તમ ગતિ 40 કિ.મી. પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઇએ.
Child hemet

Post a Comment

Previous Post Next Post