- કેન્દ્રીય કેબિનેટ દ્વારા શ્રીલંકાને પોતાના નાગરિકોની ડિજિટલ ઓળખ (આધાર કાર્ડ) બનાવવા માટે ભારત દ્વારા મદદ કરવાને યોજનાને મંજૂરી અપાઇ છે.
- આ યોજના દ્વારા શ્રીલંકા પણ ભારતની માફક પોતાના નાગરિકોને ઓળખ માટે આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવશે.
- આ માટે ભારત અને શ્રીલંકાએ વર્ષ 2019માં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
- ભારતમાં આધાર કાર્ડ યોજના 28 જાન્યુઆરી, 2009ના રોજ લોન્ચ કરવામાં આવી હતી જે Unique Identification Authority of India (UIDAI) દ્વારા સંચાલિત છે.