- હિમાચલ પ્રદેશનો ચમ્બા જિલ્લો આ યોજના હેઠળ પાણી મેળવનાર 100મો જિલ્લો બન્યો છે.
- આ યોજના હેઠળ દેશના 100 સુદૂર ક્ષેત્રના જિલ્લાઓને પાણી પહોંચાડવાનું લક્ષ્ય રખાયું હતું.
- આ યોજનાની જાહેરાત 15મી ઑગષ્ટ, 2019ના રોજ 'હર ઘર, જલ સે નલ' ના ઉદેશ્યથી કરવામાં આવી હતી.
- અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 5.78 કરોડથી વધુ ગ્રામ્ય ઘરોને નળ દ્વારા પાણી પહોંચાડાયું છે.
- જ્યારે આ યોજનાની શરુઆત કરવામાં આવી ત્યારે દેશમાં 19.27 કરોડ ઘરમાંથી ફક્ત 3.23 કરોડ (લગભગ 17%) ઘરોમાં જ નળનું કનેક્શન હતું.
- હાલ આ યોજના હેઠળ 100 જિલ્લાઓના 1,138 બ્લોક, 66,328 ગ્રામ પંચાયત અને 1,36,803 ગામોને પાણી પહોંચતુ થયું છે.
- આ યોજના હેઠળ ચાલુ વર્ષમાં જ અન્ય રાજ્યોના તમામ ગામોમાં પાણીની સુવિધા મળવાની તૈયારી છે જેમાં પંજાબ (99%), હિમાચલ પ્રદેશ (92.5%), ગુજરાત (92%) અને બિહાર (90%) નો સમાવેશ થાય છે.