- Observer Research Foundation (ORF) દ્વારા Jailed for doing business: 26134 Impressment Clause in India's Business Laws નામની એક પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે.
- આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 26,000થી વધુ એવા કાયદા છે જેમાં વેપારીઓને જેલની સજા થઇ શકે છે!
- આ કાયદાઓમાં સૌથી વધુ 1,469 કાયદા ગુજરાતમાં છે.
- ત્યારબાદ પંજાબમાં 1,273, મહારાષ્ટ્રમાં 1,210, કર્ણાટકમાં 1,174 અને તમિલનાડુમાં 1,043 કાયદાઓ છે જેના દ્વારા વેપારીઓને જેલ થઇ શકે છે.
- આ રિપોર્ટ મુજબ આ તમામ કાયદાઓ એકદમ સરળ નથી જેને લીધે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે.
- આ રિપોર્ટમાં તમામ કાયદાઓને સાત કેટેગરી લેબર, ફાઇનાન્સ અને ટેક્સેશન, પર્યાવરણ, આરોગ્ય અને સુરક્ષા, સેક્રેટરિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીમાં વહેંચવામાં આવ્યા છે.
- આ પુસ્તકમાં આપેલ ઉદાહરણ આપેલ છે જેમાં કહેવાયું છે કે દેશમાં રાજદ્રોહના ગુનામાં એકથી ત્રણ વર્ષની જેલ સજા છે તેવી જ રીતે ચાર મહિનામાં એક વખત શૌચાલય સાફ કરો તો પણ એટલી જ સજાની જોગવાઇ છે!
- ગુજરાતમાં જેલની જોગવાઇ ધરાવતા ચાર મુખ્ય કાયદાઓ છે જેમાં Building and other Construction Workers Act, 1996, Contract Labor Act, 1970 અને Gujarat Electricity Industry Act, 2003 નો સમાવેશ થાય છે.