- ગુજરાતની બેડમિન્ટન ખેલાડી અને જૂનિયર વર્લ્ડ નંબર 1 તસ્નીમ મીરે ઇરાન ફઝર ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું છે.
- આ સ્પર્ધાની ટાઇટલ મેચમાં તેણીએ ઇન્ડોનેશિયાની યૂલિયા યાસેફિન સુસાંતોને ત્રણ રમતમાં 21-11, 11-21, 21-7થી પરાજય આપ્યો હતો.
- આ જ રમતનું પુરુષ સિંગલ્સનું ટાઇટલ ભારતીય ખેલાડી મેઇરાબ મેઇસનામે જીત્યું હતું.
- તે આ ટાઇટલ જીતનાર ત્રીજો ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે.
- અગાઉ આ ટાઇટલ બી. સાંઇ પ્રણિત અને સૌરભ વર્માં જીતી ચૂક્યા છે.
- Iran Fajr International રમત હાલ ઇરાનના તહેરાન ખાતે રમાઇ હતી.
- આ સ્પર્ધા Fajr Decade ઉજવણીના ભાગ રુપે રમવામાં આવે છે.