પેગાસસ જાસુસી મામલા માટેની ટેક્નિકલ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યો.

  • આ રિપોર્ટ પેગાસસ જાસુસી મામલા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો છે. 
  • આ બાબતે 23 ફેબ્રુઆરીના રોજ સુનવણી થનાર છે. 
  • આ માટેની અરજી એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા, પત્રકાર એન. રામ અને શશિ કુમાર દ્વારા આપવામાં આવી હતી. 
  • સુપ્રીમ કોર્ટ દ્વારા પેગાસસ જાસુસી કાંડ મામલે ઑક્ટોબર, 2021ના રોજ એક એક્સપર્ટ સમિતિનું ગઠન કરાયું હતું જેના અધ્યક્ષ નિવૃત જજ આર. વી. રવિન્દ્રન છે. 
  • ઉલ્લેખનીય છે કે પેગાસસ મામલો સૌપ્રથમ વર્ષ 2019માં સામે આવ્યો હતો જેમાં આ સોફ્ટવેર દ્વારા પત્રકારો, માનવ અધિકાર કાર્યકર્તાઓ અને રાજકારણીઓના ફોન ટેપ કરવાનો આક્ષેપ કરાયો હતો. 
  • થોડા દિવસ પહેલા જ અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા પોતાના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારત સરકારે ઇઝરાયલ સાથે કરેલ ડિફેન્સ ડીલમાં પેગાસસ જાસુસી સોફ્ટવેર ખરીદ્યુ છે. 
  • આ મામલે દેશમાં સૌપ્રથમ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા તપાસ પંચની રચના કરવામાં આવી હતી જેમાં કુલ બે સદ્સ્યો છે. 
  • પશ્ચિમ બંગાળની આ સમિતિના વડા તરીકે સુપ્રિમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મદન લોકુર તેમજ અન્ય સભ્ય તરીકે કોલકાતા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિરમય ભટ્ટાચાર્ય છે.
Pegasus

Post a Comment

Previous Post Next Post