- આ સ્પર્ધા ચીનના બેઇજિંગ ખાતે 4 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ હતી.
- આ ઓલિમ્પિકમાં તમામ રમતો બરફના મેદાનો અને બર્ફિલા ઢોળાવો પર આયોજિત થઇ હતી.
- આ રમતમાં કુલ 91 દેશોના 2,871 રમતવીરોએ કુલ 109 ઇવન્ટમાં ભાગ લીધો હતો.
- Winter Olympics 2022 માં સૌથી મેડલની દૃષ્ટિએ પ્રથમ સ્થાન 16 ગોલ્ડ મેડલ સાથે નોર્વે એ મેળવ્યું હતું.
- ત્યારબાદ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મુજબ ક્રમાનુસાર નોર્વે (16, 8, 13), જર્મની (12, 10, 5), ચીન (9, 4, 2), અમેરિકા (8, 10, 7), સ્વીડન (8, 5, 5), નેધરલેન્ડ (8, 5, 4), ઓસ્ટ્રિયા (7, 7, 4), સ્વિટ્ઝર્લેન્ડ (7, 2, 5), રશિયા (6, 12, 14) અને ફ્રાન્સ (5, 7, 2)નો સમાવેશ થાય છે.
- વિન્ટર ઓલિમ્પિક 2022માં ભારત તરફથી એકમાત્ર ખેલાડી આરિફ ખાને ભાગ લીધો હતો.
- ભારતે આ સ્પર્ધામાં એકપણ મેડલ જીત્યો નથી.
- ભારતે વિન્ટર ઓલિમ્પિકમાં વર્ષ 2022 સુધીમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 બ્રોન્ઝ એમ કુલ 35 મેડલ જીત્યા છે.
- ઓલિમ્પિકની પરંપરા મુજબ ઓલિમ્પિકની મશાલને અગ્નિકુંડમાં શમાવી દેવાઇ હતી તેમજ આગામી વિન્ટર ઓલિમ્પિક વર્ષ 2026માં ઇટાલીના મિલાનો-કોર્ટિના શહેરમાં હોવાથી ઓલિમ્પિક ફ્લેગ ઇટલીને સોંપવામાં આવ્યો હતો.