14મું ભારત-જાપાન વાર્ષિક શિખર સંમ્મેલન યોજાયું.

  • દિલ્લીના હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલ આ સંમ્મેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ ભાગ લીધો હતો. 
  • આ સંમ્મેલનમાં જાપાન દ્વારા આવનારા પાંચ વર્ષોમાં ભારતમાં 3.2 લાખ કરોડ રુપિયાના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. 
  • હાલ ભારત અને જાપાન મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર 'One Team - One Project' તરીકે કામ રહી રહ્યા છે. 
  • જાપાનના વડાપ્રધાન દ્વારા આગામી ટોક્યો ખાતે યોજાનાર ક્વાડ શિખર સંમ્મેલનમાં ભાગ લેવા માટે પણ વડાપ્રધાન મોદીને આમંત્રણ અપાયું છે. 
  • આ સંમ્મેલન બાદ ભારત દ્વારા જાપાનના વડાપ્રધાન કિશિદાને શુદ્ધ ચંદનના લાકડાથી બનેલ 'કૃષ્ણ પંખી' ભેંટ આપવામાં આવી છે જેની કિનારીઓ પર ભગવાન કૃષ્ણની વિભિન્ન મુદ્રાઓને દર્શાવાઇ છે. 
  • ભારત અને જાપાન વચ્ચે આ પ્રકારનું શિખર સંમ્મેલન છેલ્લે વર્ષ 2018માં ટોક્યો ખાતે યોજાયું હતું.

જાપાન વિશે જાણવા લાયક: 

  • જાપાનને 'નિપ્પોન' પણ કહેવાય છે જેનો મતલબ સૂર્યોદય થાય છે કારણકે વિશ્વમાં સૌપ્રથમ સૂર્યોદય જાપાનમાં થાય છે. 
  • જાપાન લગભગ 6,800 ટાપુઓથી બનેલો દેશ છે જેના ચાર મુખ્ય ટાપુમાં હોક્કઇડો, હોન્શૂ, શિકોકૂ અને ક્યૂશૂ છે. 
  • ઑગષ્ટ, 1945માં અમેરિકા દ્વારા જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર વિશ્વના પ્રથમ અણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. 
  • જાપાન હાલ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. 
  • જાપાન સ્વાસ્થ્ય મંત્રાલયના કાયદા મુજબ 40 થી 75 વર્ષના સ્ત્રી અને પુરુષોની કમરનું માપ ક્રમાનુસાર 35.4 અને 33.5 થી વધુ ન હોવું જોઇએ તેમજ કમરનું વાર્ષિક ચેક-અપ કરાવવું જરુરી છે.

India - Japan

Post a Comment

Previous Post Next Post