ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી 30 શાળાઓ દ્વિભાષી માધ્યમમાં શિક્ષણ આપશે.

  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દ્વિભાષી એટલે કે બે ભાષાઓમાં એકસાથે શિક્ષણ આપી શકાય તે માટે મંજૂરી અપાયા બાદ આ પ્રકારનો કન્સેપ્ટ શરુ કરવામાં આવશે. 
  • આ માટે સુરતની 29 શાળાઓમાં પ્રથમ તબક્કામાં દ્વિભાષી માધ્યમમાં શાળાઓ શરુ કરવામાં આવી હતી. 
  • આ પ્રયોગ સફળ રહેતા હવે અમદાવાદમાં આ પ્રકારની કુલ 30 શાળાઓ શરુ કરાશે. 
  • દ્વિભાષી માધ્યમની મુખ્ય જોગવાઇમાં ગણિત અને વિજ્ઞાન વિષયને દ્વિભાષી માધ્યમમાં ભણાવવાનું છે. 
  • આ સિવાય આ પદ્ધતિમાં અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરુઆતથી જ સુધારવી તેમજ Listening, Speaking, Reading અને Writing એ ક્રમમાં જ અંગ્રેજી શિખવવું નો સમાવેશ થાય છે.
  • ધોરણ 1 અને 2 માં માત્ર સાંભળવા અને બોલવા પર જ ભાર અપાશે ત્યારબાદના ધોરણોમાં વાંચવા અને લખવાનું શરુ કરાવાશે. 
  • અન્ય વિષયો જેવા કે ગુજરાતી, સમાજવિદ્યા અને ભાષાને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવામાં આવશે.
School

Post a Comment

Previous Post Next Post