ઓસ્ટ્રેલિયાના જાણીતા વિકેટકીપર રોડ માર્શનું 74 વર્ષની વયે નિધન.

  • ઓસ્ટ્રેલિયાના સર્વકાલીન મહાન વિકેટકીપર પૈકીના એક એવા રોડ માર્શનું નિધન થયું છે. 
  • વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કરવાની બાબતમાં વર્ષો સુધી રેકોર્ડ તેમના નામ પર રહ્યો હતો. 
  • તેઓએ ડેનિસ લિલીની બોલિંગમાં 95 કેચ ઝડપ્યા હતા જેને લીધે ક્રિકેટ જગતમાં 'કો. માર્શ બો. લિલી' શબ્દ ખૂબ જાણીતો થયો હતો. 
  • ક્રિકેટ જગતમાં આ બન્ને ખેલાડીઓની જોડીએ સૌથી વધુ વિકેટ લીધી હોવાનો પણ વર્લ્ડ રેકોર્ડ છે. 
  • રોડ માર્શે ઓસ્ટ્રેલિયા માટે 96 ટેસ્ટમાં 343 કેચ અને 12 સ્ટમ્પિંગ સાથે કુલ 355 વિકેટ લીધી છે. 
  • આ સિવાય તેઓએ ત્રણ સદી અને 16 અડધી સદી સાથે કુલ 3,633 રન બનાવ્યા છે. 
  • જાન્યુઆરી, 1984માં તેઓએ ડેનિસ લિલી, ગ્રેગ ચેપની સાથે જ નિવૃતિ જાહેર કરી હતી.
Rod Marsh

Post a Comment

Previous Post Next Post