8 માર્ચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

  • આ દિવસ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ઉપલ્બ્ધિઓની ઉજવણી કરવા તેમજ મહિલાઓથી સંબંધિત પ્રશ્નો તરફ વિશ્વનું ધ્યાન ખેંચવા માટે મનાવાય છે.
  • આજરોજ કેન્દ્ર સરકારના MSME મંત્રાલય દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે "SAMARTH" યોજના લોન્ચ કરવામાં આવી છે. 
  • આ દિવસ વર્ષ 1921થી મનાવવામાં આવે છે. 
  • આજના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 'નારીશક્તિ' પુરસ્કાર એનાયત કરશે. 
  • આ પુરસ્કાર વર્ષ 2020 અને 2021 માટે કુલ 29 મહિલાઓને આપવામાં આવશે જેમાં સામાજિક સાહસિક અનિતા ગુપ્તા, ખેડૂત અને આદિવાસી કાર્યકર ઉષાબહેન વસાવા, ઇનોવેટર નાસિરા અખ્તર, ઇન્ટેલ ઇન્ડિયાના વડા નિવૃતિ રાય, કથ્થક નૃત્યાંગના સાયલી નંદ કિશોર, પ્રથમ મહિલા સર્પ બચાવ કાર્યકર્તા વનિતા જગદેવ તેમજ ગણિતજ્ઞ નીના ગુપ્તાનો સમાવેશ થાય છે. 
  • ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચાલુ છે જેમાં: 
    • વહાલી દીકરી યોજના હેઠળ દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રુ. 4,000, નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રુ. 6,000 અને 18 વર્ષની ઉંમર થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન દરમિયાન રુ. 1,00,000ની સહાય કરવામાં આવે છે. 
    • ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને દર મહિને રુ. 1,250ની આર્થિક સહાય કરવામાં આવે છે. 
    • ગંગા સ્વરુપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને રુ. 50,000ની આર્થિક સહાય કરવામાં આવે છે. 
    • મહિલા સુરક્ષા માટે 181 અભયમ હેલ્પલાઇન ચાલુ છે જેમાં કોલ કરવાથી મહિલાની મદદ માટે પોલીસ આવે છે. 
    • સગર્ભા / ધાત્રી માતા, બાળ્ક અને કિશોરીઓના પોષણ સ્તરમાં વધારો થાય તે હેતુંથી આંગણવાડી કેન્દ્ર મારફતે ટેક હોમ રેશન (બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ)નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
International Women's Day

Post a Comment

Previous Post Next Post