- આ માટે સરકારની રિક્રિએશન કમિટીએ મંજૂરી આપી છે જેના આધારે 50,000 ચો. મીટર વિસ્તારમાં 8 કરોડના ખર્ચે આ વન ઉભુ કરાશે.
- આ આરોગ્ય વનમાં માણસોના આરોગ્ય માટે ઉપયોગી હોય તેવી ઔષધી, વૃક્ષો અને છોડનો ઉછેર કરવામાં આવશે.
- આ વનમાં મહેંદી, ડોડી, અરડુસી, કુંવારપાઠુ, નગોડ, અર્જૂન, તુલસી, શતાવરી, અશ્વગંધા, હળદર, બ્રાહ્મી, કેતકી, ગીલોય, સીરીસ, અમલતાસ, અશોકા, બોરસલ્લી સહિતની ઔષધી / વૃક્ષોનો ઉછેર કરાશે.