- આ વેરિયન્ટના ઇઝરાયલમાં બે કેસ નોંધાયા છે જે કોરોના વાયરસના ઓમિક્રોનના બે સબ-વેરિયન્ટ સાથે સંકળાયેલ હોવાનું જણાયું છે.
- આ બન્ને સબ-વેરિયન્ટ BA.1 અને BA.2 છે જે બન્ને ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે.
- ઇઝરાયલ ખાતે મળી આવેલ આ વેરિયન્ટમાં સંક્રમિત લોકોને તાવ, માથાનો દુખાવો જેવા હળવા લક્ષણો જોવા મળ્યા છે.
- ઉલ્લેખનીય છે કે છેલ્લા અમૂક મહિનાઓથી શાંત પડેલ કોરોના ફરી ઉભો થયો છે જેના પગલે ચીન દ્વારા અમૂક શહેરોમાં લોકડાઉન લાગૂ પડાયું છે તેમજ દક્ષિણ કોરિયામાં પણ ફક્ત બે જ દિવસમાં 10 લાખ કોરોના કેસ નોંધાયા છે.