- આ ફેરફાર વિશ્વ ટેનિસના ચારેય ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ, વિમ્બલ્ડન અને યુએસને લાગૂ પડશે.
- નવા ફેરફાર મુજબ ગ્રાન્ડસ્લેમના અંતિમ સેટમાં સ્કોર 6-6થી સરભર રહ્યા બાદ રિઝલ્ટ માટે 10 પોઇન્ટનો ટાઇબ્રેકર રમાડવામાં આવશે.
- આ નિયમ તાત્કાલિક અસરથી લાગૂ થશે.
- ઓસ્ટ્રેલિયન ઓપનમાં પહેલેથી જ 10 પોઇન્ટનો ટાઇબ્રેકર લાગૂ છે જ્યારે વિમ્બલડનમાં 12-12ના સ્કોર બાદ સાત પોઇન્ટનો ટાઇબ્રેકર છે અને યુએસ ઓપનમાં 6-6ના સ્કોર બાદ સાત પોઇન્ટનો ટાઇબ્રેકર રમાડવામાં આવે છે.
- માત્ર ફ્રેન્ચ ઓપનમાં નિર્ણાયક સેટમાં કોઇ ટાઇબ્રેકરનો હાલ ઉપયોગ કરવામાં આવતો નથી.
- મેન્સ સિંગલ્સમાં વર્ષ 2010ના વિમ્બલ્ડનમાં અત્યાર સુધીનો સૌથી લાંબો ટાઇબ્રેકર રમાયો હતો જે રેકોર્ડ નિકોલસ માહુત અને જોન ઇસનરના નામ પર છે.