- આ રમત 27 ઑગષ્ટ થી 11 સપ્ટેમ્બર દરમિયાન શ્રીલંકા ખાતે આયોજિત થનાર છે.
- આ કપમાં છ વર્ષ બાદ ટી20 ફોર્મેટથી ક્રિકેટ રમવામાં આવશે, છેલ્લે 2016માં ટી20 ફોર્મેટમાં એશિયા કપનું પ્રથમ આયોજન થયું હતું.
- છેલ્લે વર્ષ 2020માં આ કપનું આયોજન પાકિસ્તાનમાં તેમજ 2021માં શ્રીલંકામાં થનાર હતું જેને કોરોના મહામારીને લીધે સ્થગિત કરાયું હતું.
- એશિયા કપની શરુઆત 1984થી કરવામાં આવી છે જેમાં સૌથી વધુ 7 ટાઇટલ ભારતે જીત્યા છે ત્યારબાદ પાંચ ટાઇટલ જીત્યા બાદ શ્રીલંકા બીજા સ્થાન પર છે તેમજ બે ટાઇટલ સાથે પાકિસ્તાન ત્રીજા સ્થાન પર છે.
- એશિયા કપના મહિલા એડિશનની શરુઆત વર્ષ 2004થી થઇ હતી જેમાં સૌથી વધુ 6 ટાઇટલ ભારતે જીત્યા છે તેમજ એક ટાઇટલ બાંગ્લાદેશે જીત્યું છે.
- પુરુષ વર્ગમાં આ કપમાં સૌથી વધુ રન સનથ જયસૂર્યાએ (1220) કર્યા છે તેમજ મહિલા વર્ગમાં મિતાલી રાજે (588) કર્યા છે.
