- બહરીન ખાતે 18 માર્ચથી યોજાનાર ફોર્મ્યુલા-1ની વર્ષ 2022ની સિઝન શરુ થશે.
- આ સ્પર્ધા અગાઉ રશિયા ખાતે આયોજિત થનાર હતી પરંતુ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેના લીધે મોટા ભાગની રમત સંસ્થાઓ દ્વારા તેના પર પ્રતિબંધ લાગૂ પડાયો છે જે અંતર્ગત આ સ્પર્ધા રશિયા ખાતેથી રદ્દ કરવામાં આવી છે.
- આ સિઝનમાં આ રમતમાં કારની ડિઝાઇન, ટાયર અને વજન સહિત અનેક ફેરફારો લાગૂ કરવામાં આવશે.
- F-1 ની ગવર્નિંગ બોડી ફેડરેશન ઇન્ટરનેશંલ ઓટોમોબાઇલ (FIA) દ્વારા આ વખતથી વર્ચ્યુઅલ રેસ કન્ટ્રોલ સિસ્ટમ પણ લોન્ચ કરાશે જે ફૂટબોલના વીડિયો આસિસ્ટન્ટ રેફરી (VAR) પ્રકારની છે.
- આ સિવાય રેસમાં 3 દાયકાથી વપરાતા 13 ઇંચના બદલે 18 ઇંચના ટાયર હશે જેથી ઓવરટેઇક સમયે ઓછો ફ્લેક્સ તેમજ ઓવરહિંટિંગ ઓછું થશે.
- વર્ષ 2009 બાદ વ્હિલ કવર પણ ફરી જોવા મળશે.