- કેન્દ્ર સરકાર દ્વારા ઉપરોક્ત ત્રણેય રાજ્યોમાં Armed Forces Special Powers Act (AFSPA)નો દાયરો ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે જે નિર્ણય 1 એપ્રિલથી લાગૂ થશે.
- કેન્દ્ર દ્વારા એવો દાવો કરાયો છે કે વર્ષ 2014ની તુલનામાં વર્ષ 2021માં આ વિસ્તારોની ઉગ્રવાદી ઘટનાઓમાં 74% ઘટાડો થયો છે તેમજ સુરક્ષાકર્મીઓ અને નાગરિકોના મૃત્યુંમાં પણ ક્રમાનુસાર 60% અને 84% ઘટાડો થયો છે જેને લીધે આ નિર્ણય લેવાયો છે.
- અગાઉ વર્ષ 2015માં ત્રિપુરામાંથી અને વર્ષ 2018માં મેઘાલયમાંથી આ કાયદો સંપૂર્ણપણે હટાવી લેવાયો હતો.
- આસામમાં આ કાયદો વર્ષ 1990થી, નાગાલેન્ડમાં 1995થી તેમજ મણિપુરમાં (ઇમ્ફાલ નગરપાલિકા સિવાય) વર્ષ 2004થી આ કાયદો અમલમાં છે.
- ઉલ્લેખનીય છે કે AFSPA કાયદો વર્ષ 1958માં લવાયો હતો જેમાં દેશના કોઇ ચિન્હિત વિસ્તારમાં આ કાયદા હેઠળ સેનાને વોરન્ટ વિના કોઇપણ સર્ચ ઓપરેશન હાથ ધરવાનો, ધરપક્ડ આપવાનો તેમજ ચેતવણી આપીને ફાયરિંગ કરવાનો અધિકાર મળે છે.