- આ નિર્ણય કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા લેવાયો છે.
- આ નિર્ણય મુજબ લઘુ ફિલ્મોનું નિર્માણ, ડોક્યુમેન્ટરી નિર્માણ, ફિલ્મ સમારોહનું આયોજન વગેરે બાબતો National Film Development Corporation of India (NFDC) અંતર્ગત આવશે.
- આ નિર્ણય બાદ પણ તમામ એકમો પાસે ઉપલબ્ધ સંપતિઓ પરની માલિકી કેન્દ્ર સરકારની જ રહેશે.
- આગામી આયોજિત થનાર મુંબઇ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, ગોવામાં થનાર ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ તેમજ બાલ ફિલ્મ મહોત્સવનું આયોજન NFDC દ્વારા કરવામાં આવશે.
- કેન્દ્ર સરકાર દ્વાર આ તમામ પ્રવૃતિઓ માટે વર્ષ 2026 સુધી રુ. 1,304.52 કરોડ રુપિયાનું બજેટ ફાળવાયું છે.
- ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2020માં કેન્દ્ર દ્વારા NFDC ના મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનો વિસ્તાર કરીને ફિલ્મ પ્રભાગ, ફિલ્મ મહોત્સવ નિર્દેશાલય, ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ અભિલેખાગાર અને બાલ ફિલ્મ સોસાયટીનું વિલય કરીને NFDC હેઠળ લવાયા હતા.