- Fast and Secured Transmission of Electronic Records (FaSTER) નામના સોફ્ટવેરનું લોન્ચિંગ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્નાએ કર્યું છે.
- આ સોફ્ટવેરના માધ્યમથી કોર્ટના આદેશ તાત્કાલિક જેલ અને સંબંધિત સત્તાધીશોને મળી જશે.
- અત્યાર સુધી કોર્ટના આદેશ મળે તેની રાહ જોવી પડતી હતી.
- ગયા વર્ષે કેદીઓના જામીન મંજૂર થઇ ગયા બાદ પણ છુટવામાં વિલંબ થતા કોર્ટે સુઓ મોટો નોંધ લીધી હતી ત્યારે આ સોફ્ટવેર બનાવવાનો વિચાર આવ્યો હતો.