ગુર્જર આંદોલનના પ્રણેતા કર્નલ કિરોડીસિંહ બેંસલાનું 81 વર્ષની વયે નિધન.

  • તેઓ રાજસ્થાનમાં થયેલ ગુર્જર અનામત આંદોલનના નેતા હતા. 
  • તેઓ ભારતીય સેનામાં કર્નલ તરીકે પણ રહી ચૂક્યા હતા. 
  • આ આંદોલનમાં અત્યાર સુધીમાં 70થી વધુ લોકોના મૃત્યું થઇ ચુક્યા છે. 
  • છેલ્લે ફેબ્રુઆરી 2019માં રાજસ્થાનમાં ગુર્જરોને 5% અનામત અપાયું હતું. 
  • સરકારની વણઝારા, લબાના, લોહર, ગુર્જર, રાઇકા, ગાડરી વગેરે જાતિઓ માટેની 'દેવ નારાયણ યોજના' શરુ કરાવવામાં પણ કિરોડીસિંહનો સિંહ ફાળો રહ્યો છે. 
  • આ યોજના માટે સરકાર દ્વારા 1,500 કરોડનું બજેટ ફાળવાયું છે. 
  • 2019માં ગુર્જરોને અનામત અપાયા બાદ એપ્રિલ, 2019માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.
Kirori Singh Bainsla

Post a Comment

Previous Post Next Post