- આ નિયમો મુજબ વાહન સ્ક્રેપિંગની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ રહેશે જેના માટે વાહન માલિકોએ 'વાહન' પોર્ટલ પર પોતાની વિગત ઓનલાઇન સબમિટ કરવાની રહેશે.
- આ નિયમો Ministry of Road Transport and Highways of India (MoRTH) દ્વારા Vehicle Scrappage Policy હેઠળ પ્રસિદ્ધ કરાયા છે.
- નવા નિયમો મુજબ વાહને સ્ક્રેપ કરવા માટે Registered Vehicle Scrapping Facilities (RVSF) ની જરુર પડશે જેમાં ચકાસણી બાદ જ વાહનને સ્ક્રેપમાં મોકલાશે.
- વાહન સ્ક્રેપિંગની પ્રક્રિયા લગભગ એપ્રિલ મહિનાથી શરુ કરવાની સરકારની તૈયારી છે.
- ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા થોડા મહિના પહેલા જ વાહન સ્ક્રેપિંગની પોલિસી જાહેર કરવામાં આવી હતી જેમાં વાહન સ્ક્રેપ કરનાર વાહન માલિકોને નવું વાહન ખરીદવામાં રજીસ્ટ્રેશન ફીમાંથી માફી, નવા વાહન ખરીદવા માટે ટેક્સમાં 25% રિબેટ સહિતના લાભની જાહેરાત કરવામાં આવી હતી.