યુરોપીયન સંસદ દ્વારા યુક્રેનને EU માં જોડાવા માટે મંજૂરી અપાઇ.

  • રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરાયા બાદ યુક્રેને યુરોપીય સંઘને અપીલ કરી હતી તેને તાત્કાલિક અસરથી યુરોપીયન યુનિયનમાં સામેલ કરવામાં આવે. 
  • આ માટે યુરોપીયન સંસદમાં મતદાન યોજાયું હતું જેમાં 637 પાર્લામેન્ટ મેમ્બર્સ દ્વારા યુક્રેનની તરફેણમાં મતદાન કરાયું હતું, 26 મેમ્બર્સ મતદાનથી દૂર રહ્યા હતા તેમજ 13 મેમ્બર્સ દ્વારા યુક્રેનના વિરોધમાં મતદાન કરાયું હતું. 
  • મતદાન બાદ યુરોપીયન સંસદના પ્રેસિડેન્ડ રોબર્ટા મેટ્સોલાએ યુક્રેનને યુરોપીયન યુનિયનમાં જોડ્વા માટે પ્રક્રિયા શરુ કરવાનું કહ્યું હતું. 
  • European Union માં કુલ 27 સભ્ય દેશો છે જેમાં ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બુલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક ગણરાજ્ય, ડેન્માર્ક, ઇસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આયર્લેન્ડ,ઇટલી, લેટિવા, લિથ્યુઆના, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, પોર્ટૂગલ, રોમાનિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સ્પેન અને સ્વીડનનો સમાવેશ થાય છે.
European Union Ukraine

Post a Comment

Previous Post Next Post