કેન્દ્ર સરકાર દ્વારા ગિફ્ટ સિટીને બુલિયન એક્સચેન્જ તરીકે માન્યતા અપાઇ.

  • ભારત સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટીને બુલિયન એક્સચેન્જ તરીકે માન્યતા આપી છે. 
  • આગામી સમયમાં ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવશે. 
  • સાથોસાથ ગુજરાતના બજેટ સત્રમાં એ પણ જાહેરાત કરવામાં આવી છે કે ગિફ્ટ સિટીમાં નાણાકીય વ્યવસ્થાપન, ફીનટેક, વિજ્ઞાન-ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અભ્યાસક્રમો ઓફર કરતી વિદેશી યુનિવર્સિટીઓને પણ માન્યતા અપાશે. 
  • આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં સસ્ટેઇનેબલ ક્લામેટ માટે પણ ગ્લોબલ ફાયનાન્સની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે અને શોર્ડ ડેરીવેટીવ, શિપ લીઝિંગ અને પોર્ટો ફોલિયો મેનેજમેન્ટની સેવાઓમાંથી થતી આવકને કરમુક્ત કરવામાં આવશે. 
  • ઉલ્લેખનીય છે કે Gujarat International Finance Tec-City / ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું કેન્દ્ર છે જ્યા તમામ રેગ્યુલેટરી સત્તાઓ ધરાવતી IFSC ઓથોરિટી કાર્યરત થઇ ચુકી છે.
GIT City

Post a Comment

Previous Post Next Post