TIME મેગેઝિન દ્વારા પોતાના કવર પેજ પર યુક્રેનનો ઝંડો અને ઝેલેન્સ્કીનું એક વાક્ય છાપવામાં આવ્યું.

  • વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિન દ્વારા પોતાના કવર પેઇજ પર જે બાબતને સ્થાન આપવામાં આવે તેને ખુબ અગત્યની માનવામાં આવે છે. 
  • તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં રશિયાએ પોતાના કરતા 28માં ભાગ જેટલા યુક્રેન પર યુદ્ધ જાહેર કર્યું છે જેને 10 દિવસ વીતી ચુક્યા છે.
  • આ દરમિયાન ટાઇમ મેગેઝિન દ્વારા પોતાના કવર પેઇજ પર યુક્રેનનો રાષ્ટ્ર ધ્વજ છાપી તેના પર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી દ્વારા બોલાયેલ એક વાક્ય લખવામાં આવ્યું છે. 
  • આ વાક્યમાં "મૃત્યું પર જીવનની અને અંધકાર પર પ્રકાશની જીત થશે" લખવામાં આવ્યું છે. 
  • ઝેલેન્સ્કી દ્વારા આ વાક્ય યુરોપીય સંસદને કરેલા સંબોધન દરમિયાન બોલવામાં આવ્યું હતું.
Time Magazine Ukraine

Post a Comment

Previous Post Next Post