ગુજરાત રાજ્યની વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2022-23નું બજેટ પ્રસ્તુત કરાયું.

  • આ બજેટ ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા પ્રસ્તુત કરાયું છે. 
  • આ બજેટનું કદ 2,43,965 કરોડનું છે જ્યારે ગયા વર્ષનું બજેટ 2,27,029 કરોડનું હતું. 
  • નવા બજેટમાં કરવેરાના વર્તમાન માળખામાં કોઇ ફેરફાર નથી કરાયા તેમજ નવા કોઇ કરની જાહેરાત પણ કરવામાં આવી નથી. 
  • બજેટમાં 12,000 સુધીના માસિક પગાર પર પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ અપાઇ છે જેનો લાભ લગભગ 15 લાખ કરદાતાઓને મળશે તેમજ સરકારને લગભગ 198 કરોડની આવક બંધ થશે. 
  • બજેટમાં માર્ગ વાહન-વ્યવહાર વિકાસ માટે 12,024 કરોડની ફાળવણી કરવામાં આવશે તેમજ આગામી વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4,00,000 નવા આવાસો ઉભા કરાશે. 
  • મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ 4,000 ગામોને વિનામૂલ્યે વાઇફાઇની સુવિધા પુરી પાડવા માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 
  • સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડ, દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડ તેમજ અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગવાઇ કરવામાં આવે છે. 
  • મહિલા અને બાળ વિકાસ માટે સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના, સગર્ભા મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવા, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને 1 કિલો ચણા અને ખાદ્યતેલ આપવા, વિધવા સહાય પેન્શન, માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડ તેમજ 90 નવી ખિલખિલાટ વેન જેવી તમામ સેવાઓ માટે 4,976 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 
  • શિક્ષણ ક્ષેત્રના બજેટમાં ગયા વર્ષ કરતા 7% વધારો કરી તેનું કદ 34,884 કરોડ કરવામાં આવ્યું છે જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સેન્સ પ્રોજેક્ટ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલજનો પણ સમાવેશ થાય છે.
Gujarat Budget 2022-23

Post a Comment

Previous Post Next Post