ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને ડિફેન્સ એક્સ્પો રદ્દ કરવામાં આવ્યા.

  • આ નિર્ણય રશિયા અને યુક્રેનના યુદ્ધને લીધે લેવાયો છે. 
  • અગાઉ જાન્યુઆરી મહિનામાં આ સમિટ કોરોના મહામારીને લીધે મોકૂફ કરવામાં આવી હતી જેને માર્ચ - એપ્રિલ મહિનામાં યોજવા માટે સરકાર વિચારણા કરી રહી હતી. 
  • ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટ પહેલા પ્રિ-ઇવેન્ટ પાછળ અગાઉ લગભગ 40 કરોડનો ખર્ચ કરાયો હતો જેનું રાજ્યને નુકસાન ગયું છે. 
  • ગુજરાતમાં ગાંધીનગર ખાતે 10 થી 13 માર્ચ દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સપો પણ રદ્દ કરાયો છે. 
  • ભારતમાં ડિફેન્સ એક્સ્પો દર બે વર્ષે યોજાય છે જેમાં છેલ્લે 2020માં આ એક્સપો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયો હતો.
vibrant summit

Post a Comment

Previous Post Next Post