ભારત સરકાર દ્વારા 156 દેશોના નાગરિકો માટે ઇ-ટૂરિસ્ટ વિઝા ફરી શરુ કરાયા.

  • આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઇ-ઇમરજન્સી X-Misc વિઝા અંગેના દિશાનિર્દેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. 
  • માર્ચ, 2020માં આ તમામ વિઝાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 
  • આ નિર્ણય બાદ 156 દેશોના નાગરિકો માટે પાંચ વર્ષની મુદ્દતના ટૂરિસ્ટ વિઝા ફરી શરુ કરી દેવાયા છે. 
  • સાથોસાથ અમેરિકા અને જાપાનના નાગરિકો માટે લાંબી મુદ્દત (10 વર્ષ)ના પેપર વિઝાની સુવિધા પણ ફરી શરુ કરવામાં આવી છે. 
  • આ નિર્ણયમાં અફઘાનિસ્તાનને બાકાત રાખવામાં આવ્યું છે જેથી આ નિર્ણયની અસર અફઘાનિસ્તાન પર નહી પડે. 
  • આ રીતે ભારતમાં પ્રવેશ કરવા ઇચ્છતા નાગરિકો નિર્ધારિત ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સ અથવા એરપોર્ટ થકી જ અથવા વંદે ભારત મિશન / એર બબલ સ્કીમ હેઠળ જ પ્રવેશ કરી શકશે તેમજ કોઇપણ સંજોગોમાં જમીન સરહદ અથવા નદીના માર્ગે પ્રવેશ નહી કરી શકે. 
  • ઉલ્લેખનીય છે કે ભારતના નાગરિકો 59 દેશોમાં કોઇપણ પ્રકારના વિઝા વિના પ્રવેશ કરી શકે છે. 
  • આવા દેશોમાં ઇરાન, જોર્ડન, કતાર, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, માલદીવ, ટ્યૂનિશિયા, ભૂતાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, નેપાળ, થાઇલેન્ડ, બોત્સવાના, મોરેશિયસ, શ્રીલંકા, સોમાલિયા, યુગાન્ડા, ઓમાન, ઝિમ્બાબ્વે સહિતના દેશોનો સમાવેશ થાય છે.
visa

Post a Comment

Previous Post Next Post