- આ કરાર પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મહાનિદેશક ટેડ્રોસ એડનોમ અને આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા દ્વારા જિનેવા ખાતે હસ્તાક્ષર કરાયા છે.
- આ કરાર મુજબ પારંપરિક દવાઓ પર શોધ માટે વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ગુજરાતના જામનગર ખાતે સ્થાપિત થવાનું છે.
- આ યોજના પર 25 કરોડ ડોલર ખર્ચ થનાર છે જેના માટે 21 એપ્રિલના રોજ સેન્ટર માટે ભૂમિ પૂજન થશે.
