લોકસભામાં નાણા બિલ, 2022 દ્વારા ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લગાવાયો.

  • Cryptocurrency પર ટેક્સ લગાવવાના ઉદેશ્યથી લોકસભામાં નાણા બિલ, 2022માં સંશોધન સાથે પસાર કરાયું છે. 
  • આ બિલ દ્વારા વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ પર ફાયદો થાય તો ટેક્સની જોગવાઇ કરવામાં આવી છે. 
  • આ બિલમાં સેક્શન 115બીબીએચ(2) અનુસાર કોઇપણ ક્રિપ્ટો એસેટ્સની ટ્રેડિંગથી થયેલ નુકસાનની ભરપાઇ આઇટી એક્ટની કોઇપણ અન્ય જોગવાઇથી પ્રાપ્ત આવકથી નહી કરી શકાય. 
  • આ સંશોધનમાં અગાઉની જોગવાઇનો 'અન્ય' શબ્દ હટાવી દેવાયો છે જેના લીધે હવે જુની જોગવાઇ મુજબ પ્રાપ્ત થયેલ કોઇપણ આવકથી નુકસાનની ભરપાઇ નહી થઇ શકે. 
  • ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ દરમિયાન જ ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ લગવવાની જાહેરાત કરવામાં આવી હતી. 
  • આ જાહેરાત મુજબ તમામ Virtual Digital Assets (VDA) ના નફા પર 30% ટેક્સ લાગશે. 
  • આ બિલ મુજબ તમામ જોગવાઇઓ 1 એપ્રિલ, 2022થી લાગૂ થશે.
Finance

Post a Comment

Previous Post Next Post