ગુજરાત વિધાનસભામાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ સુધારા બિલ પસાર કરાયું.

  • આ બિલ રાજ્યની વિધાનસભામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રજૂ કર્યું હતું. 
  • આ બિલમાં રાજ્યના ખેડૂતોની કિંમતી જમીન કોઇ ભૂ-માફિયા પચાવી ન શકે તે માટેની જોગવાઇઓ છે. 
  • આ કાયદાના અમલીકરણ બાદ ગુજરાતમાં ભૂમાફિયાઓ પાસેથી સરકારી અને ખાનગી કુલ મળીને રુ. 1,075 કરોડની જમીન છોડાવવામાં આવી છે. 
  • આ બિલના ઉદેશ્યમાં કોઇ છટકબારી રહી ન જાય તે ઉદેશ્યથી તેમાં સુધારા કરાયા છે જેને વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરાયું છે. 
  • આ સુધારાઓમાં આ કાયદા હેઠળ આવેલ અનુસૂચિત આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી અનિર્ણિત અરજીઓને મુક્તિ આપવી, વિશેષ કોર્ટ સમક્ષ આવી અરજીઓ પ્રથમ દૃષ્ટિએ સાર્થક ન હોય તો તપાસ કર્યા વિના અરજી નામંજૂર કરવી તેમજ સાક્ષીને પોતાની લેખિત સંમતિ વગર બોલાવી ન શકવા તેમજ પુરાવાઓ રજૂ કરવામાં નિષ્ફળ જાય તો પક્ષકારો દ્વારા કે વિશેષ કોર્ટ દ્વારા ટીપ્પણીનો વિષય બનાવી શકાશે નહી જેવા સુધારાઓ કરાયા છે. 
  • આ સિવાય વટહૂકમમાં અપીલ કોર્ટની હકુમત, કાર્યનીતિ અને સત્તાઓ નિર્ધારિત કરવામાં આવી છે. 
  • કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાથી વ્યક્તિ નારાજ હોય તો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 30 દિવસમાં અપીલ કરી શકશે તેવી જોગવાઇ પણ કરવામાં આવી છે.
Property

Post a Comment

Previous Post Next Post