- આ નિર્ણયનો અમલ આગામી શૈક્ષણિક સત્રથી જ કરવામાં આવશે જેમાં ગીતાના પાઠ, શ્લોકનું ગાન વગેરે કરવામાં આવશે.
- સાથોસાથ ગુજરાતી માધ્યમની શાળાઓના ધો. 1 થી 3માં અંગ્રેજીનો પણ સમાવેશ કરવામાં આવશે જેમાં ધો. 1 અને 2માં ફક્ત અંગ્રેજી બોલવા અને સાંભળવાની તાલીમ અપાશે જ્યારે ત્રીજા ધોરણથી અંગ્રેજીનું પાઠ્યપુસ્તક શરુ થશે.
- આગામી સત્રથી ગુજરાતિ અને અન્ય માધ્યમોની સરકારી શાળામાં પણ અંગ્રેજી વિષયને ફરજિયાત બનાવાશે તેમજ ગણિત અને પર્યાવરણના પુસ્તકોમાં આવતી સંજ્ઞાઓનો શબ્દાર્થ અંગ્રેજીમાં દર્શાવવામાં આવશે
- આ સિવાય ધોરણ 6 થી 8ના ગણિત અને વિજ્ઞાન વિષયમાં અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા ધરાવતું એક દ્વિભાષી પુસ્તક રહેશે.