- ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે જેમાં રાજ્ય સરકાર દ્વારા વિમાનને એર એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરીને આવી સેવા શરુ કરવામાં આવી હોય.
- આ સેવા દ્વારા દર્દીઓને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સારવાર મળશે.
- આ સેવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇમરજન્સી નંબર 108ને જ રખાયો છે જેમાં વહેલા તે પહેલાના ધોરને સેવા અપાશે.
- આ એર એમ્બ્યુલન્સમાં ICU, વેન્ટિલેટર, ડિફ્રીબીલેટર, ઓક્સિજન અને ઇન્ફ્યુઝન પમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.