- આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગુજરાતના 33 જિલ્લાઓમાં 74 વડ-વન સ્થાપશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર કરશે.
- આ જાહેરાત આંતરરાષ્ટ્રીય વન દિવસ (21 માર્ચ) ના રોજ કરવામાં આવી છે.
- ભારતીય વન સર્વેક્ષણના અહેવાલ મુજબ ગુજરામાં વૃક્ષઆચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 6,900 હેક્ટરનો વધારો થયો છે.
- આ માહિતી મુજબ રાજ્યમાં વર્ષ 2003માં લગભગ 25 કરોડ, 10 લાખ વૃક્ષો હતા જે વર્ષ 2021માં વધીને 39 કરોડ, 75 લાખ થયા છે.
- રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં 'બામ્બુ મિશન યોજના' હેઠળ 5,891 હેક્ટર વિસ્તારમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રુ. 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- નમો વડ વન ની સ્થાપનાની સાથોસાથ ફોરેસ્ટ હેલ્પ લાઇન 1926 ની પણ શરુઆત કરવામાં આવી છે.
