UN ના ટકાઉ વિકાસના લક્ષ્યમાં ભારત ત્રણ ક્રમ નીચે ઉતરી 120 પર પહોંચ્યું.

  • United Nations (UN) ના 192 સભ્ય દેશો દ્વારા વર્ષ 2030ના એજન્ડાના ભાગરુપે નક્કી કરાયેલ ટકાઉ વિકાસ (Sustainable Development Goals) ના 17 લક્ષ્યાંકો નક્કી કરાયા હતા. 
  • યુએનના આ ટકાઉ વિકાસના લક્ષ્યોમાં ભારત 120માં ક્રમ પર પહોંચ્યું છે. 
  • અગાઉ ભારતનો રેન્ક 117 હતો જેમાં ત્રણ ક્રમનું નુકસાન થયું છે. 
  • નવા રેન્કિંગ મુજબ ભારત દક્ષિણ એશિયામાં ફક્ત પાકિસ્તાનથી જ આગળ છે જેનો રેન્ક 129 છે. 
  • આ રેન્કિંગમાં અન્ય દેશોમાં ભૂતાન 75, શ્રીલંકા 87, નેપાળ 96 અને બાંગ્લાદેશ 109માં ક્રમ પર છે. 
  • આ રેન્કિંગમાં ભારતનો સ્કોર 100 માંથી 66 રહ્યો છે. 
  • તાજેતરમાં જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલ Center for Science & Environment ના "State of India's Environment Report 2022" માં પણ ભારતનો ક્રમ 11 SDGમાં રહેલા મોટા પડકારોને લીધે ગગડ્યો છે. 
  • વર્ષ 2030 સુધીમાં આ ગોલ્સને પ્રાપ્ત કરવાની સજ્જતા અંગેના રિપોર્ટમાં બિહાર અને ઝારખંડ સૌથી ઓછા સજ્જ હોવાનું જણાવાયું છે. 
  • આ બાબતે સૌથી આગળ કેરળ છે ત્યારબાદ તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ સંયુક્તરુપે બીજા ક્રમ પર તેમજ ગોવા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ઉત્તરાખંડ સંયુક્તરુપે ત્રીજા ક્રમ પર છે.
UN SDG

Post a Comment

Previous Post Next Post