પાકિસ્તાન ખાતે સિંધુ જળપંચની વાર્ષિક બેઠક આયોજિત થઇ.

  • આ બેઠકમાં ભારતના 10 સભ્યોના પ્રતિનિધિમંડળે પણ ભાગ લીધો હતો. 
  • ભારત-પાકિસ્તાન વચ્ચે સંધિ થયા બાદ પ્રથમવાર આ પ્રતિનિધિમંડળમાં 3 મહિલા અધિકારીઓને પણ સામેલ કરવામાં આવી હતી. 
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે 'સિંધુ જળસંધિ' 19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા સાઇન કરવામાં આવી હતી. 
  • આ સંધિ મુજબ ત્રણ પૂર્વની નદીઓ વ્યાસ, રાવી અને સતલુજનું નિયંત્રણ ભારતને તેમજ પશ્ચિમની ત્રણ નદીઓ સિંધુ, ચિનાબ અને જૈલમનું નિયંત્રણ પાકિસ્તાનને અપાયું હતું. 
  • આ સમજૂતીમાં પાકિસ્તાનનું નિયંત્રણ ધરાવતી નદીઓ ભારતમાંથી આવતી હોવાથી તેનો ભારતમાં ઉપયોગ કરવાની મંજૂરી હતી. 
  • આ સમજૂતી પર ફરી વિચાર કરવા માટે પાકિસ્તાનની વિધાનસભાએ 2003માં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. 
  • વર્ષ 2016માં ઉરી હુમલા પછી ભારત દ્વારા પણ આ સમજૂતીની સમીક્ષા શરુ કરવામાં આવી હતી.
Indus Water Treaty

Post a Comment

Previous Post Next Post