વિશ્વના વિવિધ રમત સંગઠનો દ્વારા રશિયા પર પ્રતિબંધ લાગૂ પડાયા.

  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના પડઘા રમત-ગમત ક્ષેત્ર સુધી પણ પહોંચ્યા છે. 
  • આ યુદ્ધના પરિણામે વિશ્વભરના રમત સંગઠનોએ રશિયાનો બહિષ્કાર શરુ કર્યો છે. 
  • આ બહિષ્કારના ભાગરુપે ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFA અને યુરોપીયન ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા UEFA એ રશિયા પર પ્રતિબંધ મુક્યો છે જેને લીધે રશિયા ફૂટબોલની વર્લ્ડ કપ સહિતની રમતગમતમાં ભાગ નહી લઇ શકે. 
  • International Chess Federation (FIDA) એ ચેસ ઓલિમ્પિયાડની આગામી રમતની યજમાની રશિયામાં હતી તેને પણ આંચકી છે અને સાથોસાથ રશિયા અને બેલારુસના સ્પોન્સર્સની સ્પોન્સર્શિપ પણ છીનવી લેવાઇ છે. 
  • વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા પણ રશિયાને પોતાની સંસ્થામાંથી બાકાત કરવામાં આવી છે. 
  • શૂટિંગની યુરોપીયન ચેમ્પિયનશિપ રશિયામાં યોજાનાર હતી તેને પણ ત્યાથી રદ્દ કરાઇ છે. 
  • ઉલ્લેખનીય છે કે ISSF ના પ્રમુખ રશિયાના વ્લાદિમીર લિસિન જ છે. 
  • વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન દ્વારા રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર પ્રતિબંધ જાહેર કરાયો છે. 
  • મહિલા જુનિયર હૉકી વર્લ્ડકપમાંથી પણ રશિયાને બાકાત કરાયું છે. 
  • સ્વિમિંગની સર્વોચ્ચ સંસ્થા Fédération Internationale De Natation (FINA) દ્વારા પણ આગામી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ રશિયામાં ન યોજવાનો નિર્ણય લીધો છે તેમજ ફિના દ્વારા યોજાતી સ્પર્ધામાં રશિયન રાષ્ટ્રધ્વજ સાથે સ્પર્ધકોને રમવા દેવામાં આવશે નહી. 
  • રશિયા ખાતે આયોજિત થનાર ફોર્મ્યુલા વન કાર રેસિંગની રશિયન ગ્રાં. પ્રી. ઇવન્ટનું આયોજન રદ્દ કરાયું છે. 
  • ઇન્ટરનેશંલ જુડો ફેડરેશન દ્વારા પોતાના માનદ્‌ પદ પરથી રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિનને હટાવાયા છે. 
  • આ સિવાય સ્કીઇંગ વર્લ્ડ કપનું આયોજન પણ રશિયા ખાતે નહી યોજવાનો નિર્ણય લેવાયો છે.
Banned on Russia

Post a Comment

Previous Post Next Post