IPCC દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાં ભારતના 35 કરોડ લોકો પર ક્લાઇમેટ ચેન્જનો ભય દર્શાવાયો.

  • Inter-governmental Panel on Climate Change (IPCC) દ્વારા પોતાના છઠ્ઠા એસેસમેન્ટ રિપોર્ટનો બીજો ભાગ પ્રસિદ્ધ કરાયો છે. 
  • આ રિપોર્ટમાં ભારતના સમુદ્ર કિનારે વસતા 35 કરોડ લોકો પર ક્લાઇમેટ ચેન્જનો ખતરો દર્શાવાયો છે. 
  • આ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત આ પ્રદૂષણને નિયંત્રિત નહી કરાય તો ભારત માટે ગંભીર પરિણામો આવશે. 
  • આ પેનલ દ્વારા પ્રથમવાર પ્રાદેશિક એસેસમેન્ટ કરાયું છે તેમજ મેગા સિટી પર પણ ફોકસ કરવામાં આવ્યું છે. 
  • આ રિપોર્ટમાં ભારતના દરિયાકિનારે વસેલા શહેરો પર ગંભીર પૂરનો ભય દર્શાવાયો છે. 
  • આ સિવાય અમદાવાદ અર્બન હીટ આઇલેન્ડનો ગંભીર કેસ તેમજ ચેન્નાઇ, ભૂવનેશ્વર, પટણા અને લખનઉ જેવા શહેરોમાં ગરમી તેમજ ભેજ ગંભીર સ્તર સુધી વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.
IPCC

Post a Comment

Previous Post Next Post