માધવી પૂરી બુચ SEBI ના પ્રથમ મહિલા ચેરપર્સન બન્યા.

  • IIM અમદાવાદની છાત્રા રહેલ માધવી પૂરીને Securities and Exchange Board of India (SEBI) ના ચેરપર્સન બનાવાયા છે. 
  • તેઓ અજય ત્યાગીનું સ્થાન લેશે જેઓ 28 ફેબ્રુઆરી, 2022ના રોજ નિવૃત થયા છે. 
  • આ પદ પર નિમણૂંક પામનાર માધવી પૂરી બુચ પ્રથમ મહિલા છે. 
  • તેણી આ સેબીના 10માં ચેરપર્સન બન્યા છે જેનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. 
  • SEBI એ દેશની સિક્યોરિટીઝ અને કોમોડિટી માર્કેટનું નિયમન કરતી સંસ્થા છે જેની સ્થાપના 12 એપ્રિલ, 1988ના રોજ કરવામાં આવી હતી તેમજ 1992માં તેને કાયદાકીય દરજ્જો અપાયો હતો. 
  • સેબીનું મુખ્યાલય મહારાષ્ટ્રના મુંબઇ ખાતે આવેલ છે. 
  • સેબીના વડાની પસંદગી માટે કેબિનેટ સચિવના વડપણ હેઠળની ફાઇનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટરી એપોઇન્ટમેન્ટ સર્ચ કમિટી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરે છે તેમજ તેમાંથી કોઇ એક નામની ભલામણ વડાપ્રધાનના વડપણ હેઠળની કેબિનેટ કમિટિને કરે છે.
Madhavi Puri Buch

Post a Comment

Previous Post Next Post