MCC દ્વારા આઉટ કરવાના પ્રકાર માંકડિંગને બંધ કરવામાં આવ્યો.

  • મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા ક્રિકેટના નવા નિયમોમાં માંકડિંગ પ્રક્રિયાને બંધ કરવામાં આવી છે. 
  • માંકડિંગ એ એવી પ્રક્રિયા છે જેમાં નોન-સ્ટ્રાઇકર (રમી ન રહેલ સામે છેડાનો બેટ્સમેન) બોલરના હાથમાંથી બોલ છૂટ્યા પહેલા ક્રિઝ બહાર જાય તો તેને સ્ટપ્મને બોલ અડાડી આઉટ કરવામાં આવે છે. 
  • MCC દ્વારા આ પ્રક્રિયાને ખેલ ભાવનાથી વિરુદ્ધ ગણીને તેને બંધ કરવામાં આવી છે.
  • આ સિવાય પણ MCC દ્વારા અમુક નિયમો બનાવાયા છે જેમાં કેચઆઉટની સ્થિતિમાં ક્યો બેટ્સમેન સ્ટ્રાઇક લેશે તે બાબતની સ્પષ્ટતા, બોલની પિચ પડે ત્યારે સ્ટ્રાઇકર ક્યા ઉભો છે તે ધ્યાને લઇ વાઇડ બોલ જાહેર કરવાની પદ્ધતિ, બોલ નાખ્યા વિના બોલર બેટ્સમેનને રન-આઉટ કરવા થ્રો કરે તો તેને ડેડ બોલ જાહેર કરવો તેમજ ફિલ્ડિંગ ટીમ બિનજરુરી મૂવમેન્ટ કરે તો તેની બેટિંગ ટીમના સ્કોરમાં પાંચ રનની પેનલ્ટી ઉમેરવા સહિતના નિયમોનો સમાવેશ થાય છે. 
  • ઉલ્લેખનીય છે કે 'માંકડિંગ' શબ્દ 1947થી પ્રચલિત છે જેને ભારતના ભૂતપૂર્વ સ્પિનર વીનુ માંક્ડના નામથી ઓળખવામાં આવતી હતી. 
  • વિનુ માંકડે 1947માં ઓસ્ટ્રેલિયાના બિલ બ્રાઉનને આ રીતે આઉટ કરાયા બાદ આ શબ્દ પ્રચલિત થયો હતો.
Mankding

Post a Comment

Previous Post Next Post