રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન માટે વાતચીત થઇ.

  • આ મુલાકાત બેલારુસ ખાતે યોજાઇ હતી જે લગભગ ત્રણ કલાક ચાલી હતી. 
  • આ મુલાકાતમાં બન્ને દેશોના પ્રતિનિધિ મંડળ સામેલ થયા હતા જેમાં પરિણામ લગભગ શૂન્ય રહ્યું હતું અને ફરીવાર મંત્રણા કરવા માટેની વાત થઇ હતી. 
  • આ દરમિયાન બેલારુસ દ્વારા રશિયાને સૈન્ય મદદ માટે તેમજ લેટિવિયા દ્વારા યુક્રેનને સૈન્ય મદદની તૈયારી દર્શાવાઇ છે. 
  • બેલારુસના રશિયાને સમર્થન બાદ અમેરિકાએ બેલારુસ ખાતેનું પોતાનું દૂતાવાસ બંધ કર્યું છે તેમજ રશિયામાં રહેતા તમામ અમેરિકનોને પણ વહેલી તકે રશિયા છોડવા તાકીદ કરવામાં આવી છે. 
  • સંયુક્ત રાષ્ટ્રમાં પણ ત્રણ દિવસમાં બીજી વાર ભારતે મતદાનમાં ગેરહાજર રહી આ મુદ્દે તટસ્થતા દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. 
  • ઉલ્લેખનીય છે કે ભારતે માનવતાના ધોરણે યુક્રેનને દવા મોકલવાની જાહેરાત કરી છે.
Russia Ukraine meeting

Post a Comment

Previous Post Next Post