મિતાલી રાજ છ વિશ્વ કપ રમનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની.

  • ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજે આ સિદ્ધિ આઇસીસી મહિલા વિશ્વ કપમાં ભાગ લીધા બાદ મેળવી છે. 
  • મિતાલીએ એકસાથે જ ડેબી હાકલ અને કારલોટ એડવર્ઝનો રેકોર્ડ તોડ્યો છે જે બન્ને અગાઉ પાંચ વિશ્વ કપમાં રમી ચૂકેલી છે. 
  • આ સાથે જ ઝુલન ગોસ્વામી અને કેથરિન બ્રન્ટનો આ પાંચમો વિશ્વ કપ છે. 
  • મિતાલી રાજ અગાઉ વર્ષ 2000, 2005, 2009, 2013 અને 2017નો વર્લ્ડ કપ રમી ચૂકી છે. 
  • મીતાલીએ ભારત માટે 226 વન-ડે રમી છે જેમાં તેણે સાત સદી સાથે 51.56 રનની સરેરાશથી કુલ 7,632 રન બનાવ્યા છે. 
  • તેણીનો વન-ડેમાં સર્વોચ્ચ સ્કોર 125 છે. 
  • મીતાલીએ ક્રિકેટમાં પુરુષોમાં પણ સચિન તેન્ડુલકર અને જાવેદ મિયાદાદની બરબારી કરી છે જેઓએ કુલ 6 વિશ્વ કપ રમ્યા છે. 
  • સચિન તેન્ડુલકરે ભારત માટે 1992, 1996, 1999, 2003, 2007 અને 2011ના વિશ્વકપમાં ભાગ લીધો હતો.
Mitali raj

Post a Comment

Previous Post Next Post