- નવી દિલ્હી ખાતે આવેલ 'તીન મૂર્તિ ભવન' પર બનેલ આ સંગ્રહાલયનું નામ બદલીને 'પીએમ મ્યુઝિયમ' કરવાનો નિર્ણય લેવાયો છે.
- આ મ્યુઝિયમ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુંની યાદમાં બનાવાયું હતું.
- આ મ્યુઝિયમની સ્થાપના ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાયલ હેઠળ આવેલ એક સંસ્થા દ્વારા કરાયું હતું જે ભારતના પ્રથમ વડાપ્રધાનના આધિકારિક આવાસ, તીન મૂર્તિ ભવન ખાતે બનેલ છે.
- અત્યાર સુધી આ મ્યુઝિયમમાં ફક્ત જવાહરલાલ નહેરુંની યાદોને રાખવામાં આવી હતી જેમાં હવે દેશના 14 વડાપ્રધાનની યાદોને રાખવામાં આવશે.
- આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા 14 એપ્રિલ (ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ) ના રોજ કરવામાં આવશે.