રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત વિધાનસભાને સંબોધિત કરી.

  • ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું છે. 
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત વિધાનસભાના છઠ્ઠી વિશેષ બેઠકને 17 મિનિટથી વધુ સમય માટે સંબોધિત કરી હતી. 
  • રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં દાદાભાઇ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, એમ. કે. ગાંધી, વલ્લભભાઇ પટેલ, વિક્રમભાઇ સારાભાઇ સહિતના લોકોને યાદ કર્યા હતા. 
  • આ સિવાય રાષ્ટ્રપતિએ નરસિંહ મહેતાના ભજન "વૈષ્ણવ જન તો તેને રે કહીયે" ને યાદ કર્યું હતું તેમજ ઉમાશંકર જોશીની એક કવિતા ગુજરાતીમાં વાંચી હતી. 
  • રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના અમૂક પગલાઓની નોંધ લેવાઇ હતી જેમાં ગુજરાત પંચાયત બિલ, 1961, ગુજરાત શિક્ષણ અધિનિયમ, 1961, ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક્ટ, 2017 વગેરેનો ઉલ્લેખ કરાયો હતો. 
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એક્ટ, 1999 પસાર કરાયો હતો જે આવું કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
ramnath kovind in gujarat assembly

Post a Comment

Previous Post Next Post