પંજાબ સરકાર દ્વારા ધારાસભ્યોને એક કાર્યકાળ માટે જ પેન્શનની જાહેરાત કરવામાં આવી.

  • પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને પૂર્વ ધારાસભ્યોને ફક્ત એક જ કાર્યકાળ માટે પેન્શન આપવાની જાહેરાત કરી છે. 
  • આ નિર્ણય બાદ પંજાબમાં એક થી વધુ વાર ધારાસભ્ય તરીકે ચુંટાયા હોય તેવા ધારાસભ્યોને ફક્ત એક જ કાર્યકાળ માટેનું પેન્શન મળશે. 
  • હાલના નિયમ મુજબ ધારાસભ્યને એક કાર્યકાળ માટે રુ. 75,000 પેન્શન મળે છે તેમજ ત્યાર પછીના દરેક કાર્યકાળ માટે વધારાની 66% રકમ પેન્શન તરીકે અપાય છે. 
  • ઉલ્લેખનીય છે કે શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલે થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે તેઓ પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન નહી લે (તેઓ 11 વાર ધારાસભ્ય તરીકે ચુંટાયા છે).
bhagwant mann

Post a Comment

Previous Post Next Post