- આ બેઠકમાં બન્ને દેશો વચ્ચે યુદ્ધ બંધ થાય તેવી આશા બંધાઇ છે.
- આ મંત્રણામાં રશિયા કિવની આજુબાજુના વિસ્તારોમાં સૈન્ય ગતિવિધિ ઓછી કરશે તેવી ખાતરી આપી છે.
- જો કે રશિયા દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રશિયાએ લશ્કરી કાર્યવાહી ઘટાડવાના સંદેશ આપ્યા છે, યુદ્ધવિરામના નહી.
- ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં રશિયાએ પોતાના કરતા 27 ગણા નાના દેશ યુક્રેન પર હુમલો કર્યો છે અને મોટા ભાગની મિલ્કત અને સૈન્યને નુકસાન પહોંચાડ્યું છે.