- આ નવી દવાથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે સુપરબગ્સને કારણે જીવ ગુમાવતા લગભગ 70 લાખ લોકોના જીવ બચાવી શકાશે.
- સુપરબગ્સ એ જીવાણું હોય છે જેમના પર એન્ટિબાયોટિક વધુ કે ખોટી રીતે લેવાના કારણે તેની અસર બંધ થઇ જાય છે અને જીવણું પ્રતિકારક ક્ષમતા મેળવી લે છે.
- આ દવાની શોધ બ્રિટનના વિજ્ઞાનીઓએ કરી છે.
- આ માટેનું રિસર્ચ યુનિવર્સિટી ઓફ લિવરપૂલ દ્વારા કરાયું હતું જેમાં આ દવાએ ઉંદરના એકેય સ્વસ્થ ટીશ્યૂને નુકસાન પહોંચાડ્યા વિના સુપરબગ્સનો નાશ કર્યો હતો.