- ચારધામ પરિયોજનાના પ્રભાવ પર વિચાર કરનાર High Power Committee (HPC)ના ચેરપર્સન તરીકે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ એસ. કે. સિકરીની નિયુક્તિ કરવામાં આવી.
- તેઓને આ નિયુક્તિ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની બેંચે HPC ના અધ્યક્ષ પદ પરથી રવિ ચોપડાના રાજીનામાને મંજૂરી અપાયા બાદ અપાઇ છે.
- ડિસેમ્બર, 2021માં ઉત્તરાખંડના ચાર ધામ હાઇ-વે પ્રોજેક્ટ હેઠળ ભારત-ચીન સીમા પાસે બની રહેલ માર્ગને ડબલ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી અપાઇ હતી.
- સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને હાલની સ્થિતિ મુજબ માર્ગને પહોળો કરવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રીની અરજીને મંજૂરી અપાઇ હતી.