ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે પુષ્કર ધામી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ લીધા.

  • ઉત્તરાખંડના 10માં મુખ્યમંત્રી તરીકે પુષ્કર સિંહ ધામીએ બીજી વાર શપથ ગ્રહણ કર્યા છે. 
  • ગાઉ તેઓ જુલાઇ, 2021 થી માર્ચ, 2022 સુધી ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા. 
  • છેલ્લે યોજાયેલ ચુંટણીમાં ભાજપ તરફથી તેઓ બીજીવાર મુખ્યમંત્રી ઉમેદવાર બન્યા હતા. 
  • ઉત્તર પ્રદેશના 21માં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા છે. 
  • યોગી આદિત્યનાથની સાથોસાથ કેશવપ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. 
  • અગાઉ યોગી આદિત્યનાથ માર્ચ, 2017 થી માર્ચ, 2022 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. 
  • આ સાથે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબા કાળ માટે મુખ્યમંત્રી પદ પર રહેનાર બીજા ક્રમના નેતા બન્યા છે. 
  • અગાઉ કોંગ્રેસના સંપૂર્ણાનંદ 5 વર્ષ 344 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા હતા જ્યારે યોગી આદિત્યનાથ આ બાબતે 5 વર્ષ 6 દિવસનો કાર્યકાળ ધરાવે છે. 
  • ઉત્તર પ્રદેશમાં 37 વર્ષ બાદ કોઇ મુખ્યમંત્રી બીજી ટર્મ માટે ચુંટાયા છે. 
  • અગાઉ 1985માં નારાયણ દત્ત તિવારી બીજી વાર મુખ્યમંત્રી પદ માટે ચૂંટાયા હતા..
yogi adityanath pushkar dhami

Post a Comment

Previous Post Next Post